Jay Semoj Maiya
Wednesday, October 15, 2014
Tuesday, September 4, 2012
Friday, September 30, 2011
Sunday, September 18, 2011
Thursday, September 15, 2011
Monday, March 21, 2011
ચેહર માં નો ઈતિહાસ
ચેહર માં નો અવતાર આજ થી આશરે ૧૦૦૦ વરસ પેહલા, એક કેશુડા ના ઝાડ નીચે હલાડી ગામ માં થયો હતો (કે જે ગામ આજે પાકિસ્તાન માં છે).
ચેહર માં નો ઉછેર અને દેખરેખ એક રાઠોડ પરિવાર માં થયો હતો. તેના કારણે તે કોય પ્રખ્યાત પરિવાર માં થી નથી ઓળખાતી. તેમના લગ્ન એક વાગેલા પરિવાર માં થયા હતા કે જેમનું ગામ તેરવાડ હતું. તેમના પતિ નું મુત્યુ તેમના લગ્ન ના થોડા સમય પછી થયું હતું. અને બધા તેમને તેમના પતિ ના મુત્યુ નું કારણ સમજતા હતા અને તેવી રીતે તેમની સાથે વર્તન કરતા હતા.
ચેહર માં એ ગુરુ ઓગર્ધ્નાથના ભક્ત હતા(કે જે શક્તીસાડી સંપ્રદાય ના હતા) અને તેમનો આશ્રમ નજીક માં જ હતો.
ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કાર્ય આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં . પછી ગુરુ ઔગર્ધ્નાથ તે ગામ છોડી દીધું અને તેમની પાછળ ચેહર માં એ પણ તેરવાડ ગામ છોડી દીધું, અને અહિયાં થી ચેહર માં મરતોલી (મેહસાણા પાસે નું એક ગામ) માં જય ને વસી. મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.
ચેહર માં એક સુંદરતાનો ખજાનો છે અને તે રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે છે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે.
ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે. ચેહર માં પાસે 52 શૂરવીર છે જેમને ચેહર માં હમેશા સાથે રાખે છે. ચેહર માં તેમને જો જરૂર પડે તો જ આ વીરો ને બોલાવે છે.
ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જાપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે. ચેહર માં નું બીજું નામ “ભવાની” પણ છે (સંસ્કૃત માં ”ભાવ” એટલે ભ્રમણા ની દુનિયા) અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં ની ઈચ્છા થી તે કોય પણ વક્તિ વિશે જાણી શકે છે અને કોય પણ જગ્યા એ જય શકે છે. ચેહર માં તેમના ભક્તો ની મદદ કરે છે અને આશીર્વાદ આપે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજે છે.
ચેહર માં તેમના ભક્તો ને તેમના કામ-કાજ માં સફળ બનાવે છે અને સુખી રાખે છે કે જે ચેહર માં માં વિશ્વાસ રાખે છે અને તેમના નામ નું જાપ કરે છે.
ચેહર માં ની પાસે બધીજ શક્તિઓ છે કે જે ગુરુ ઔગર્ધ્નાથ પાસે હતી. ચેહર માં ની પાસે અપારા માં કૌશલ્ય છે. ચેહર માં આપડા બધામાં સુમેળ અને ભલાઇ લાવા માંગે છે. કારણ કે ચેહર માં નો અવતાર કેશુડા ઝાડ નીચે થયેલ એટલે તે “કેશર ભવાની માં” ના નામે પણ પ્રખ્યાત છે.
Subscribe to:
Posts (Atom)