Friday, September 30, 2011
Sunday, September 18, 2011
Thursday, September 15, 2011
Monday, March 21, 2011
ચેહર માં નો ઈતિહાસ
ચેહર માં નો અવતાર આજ થી આશરે ૧૦૦૦ વરસ પેહલા, એક કેશુડા ના ઝાડ નીચે હલાડી ગામ માં થયો હતો (કે જે ગામ આજે પાકિસ્તાન માં છે).
ચેહર માં નો ઉછેર અને દેખરેખ એક રાઠોડ પરિવાર માં થયો હતો. તેના કારણે તે કોય પ્રખ્યાત પરિવાર માં થી નથી ઓળખાતી. તેમના લગ્ન એક વાગેલા પરિવાર માં થયા હતા કે જેમનું ગામ તેરવાડ હતું. તેમના પતિ નું મુત્યુ તેમના લગ્ન ના થોડા સમય પછી થયું હતું. અને બધા તેમને તેમના પતિ ના મુત્યુ નું કારણ સમજતા હતા અને તેવી રીતે તેમની સાથે વર્તન કરતા હતા.
ચેહર માં એ ગુરુ ઓગર્ધ્નાથના ભક્ત હતા(કે જે શક્તીસાડી સંપ્રદાય ના હતા) અને તેમનો આશ્રમ નજીક માં જ હતો.
ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કાર્ય આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં . પછી ગુરુ ઔગર્ધ્નાથ તે ગામ છોડી દીધું અને તેમની પાછળ ચેહર માં એ પણ તેરવાડ ગામ છોડી દીધું, અને અહિયાં થી ચેહર માં મરતોલી (મેહસાણા પાસે નું એક ગામ) માં જય ને વસી. મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.
ચેહર માં એક સુંદરતાનો ખજાનો છે અને તે રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે છે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે.
ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે. ચેહર માં પાસે 52 શૂરવીર છે જેમને ચેહર માં હમેશા સાથે રાખે છે. ચેહર માં તેમને જો જરૂર પડે તો જ આ વીરો ને બોલાવે છે.
ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જાપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે. ચેહર માં નું બીજું નામ “ભવાની” પણ છે (સંસ્કૃત માં ”ભાવ” એટલે ભ્રમણા ની દુનિયા) અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં ની ઈચ્છા થી તે કોય પણ વક્તિ વિશે જાણી શકે છે અને કોય પણ જગ્યા એ જય શકે છે. ચેહર માં તેમના ભક્તો ની મદદ કરે છે અને આશીર્વાદ આપે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજે છે.
ચેહર માં તેમના ભક્તો ને તેમના કામ-કાજ માં સફળ બનાવે છે અને સુખી રાખે છે કે જે ચેહર માં માં વિશ્વાસ રાખે છે અને તેમના નામ નું જાપ કરે છે.
ચેહર માં ની પાસે બધીજ શક્તિઓ છે કે જે ગુરુ ઔગર્ધ્નાથ પાસે હતી. ચેહર માં ની પાસે અપારા માં કૌશલ્ય છે. ચેહર માં આપડા બધામાં સુમેળ અને ભલાઇ લાવા માંગે છે. કારણ કે ચેહર માં નો અવતાર કેશુડા ઝાડ નીચે થયેલ એટલે તે “કેશર ભવાની માં” ના નામે પણ પ્રખ્યાત છે.
Sunday, March 20, 2011
Wednesday, February 9, 2011
રામશાપીર અલખ ધણી
અલખ ના ધણી, ‘પશ્ચિમી ધરા ના પાદશાહ’ તરીકે પ્રસિદ્ધ રામાપીર
પશ્ચિમ ભારતના
રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે પ્રદેશો માંઅલખનાઆરાધક
અને નિજારધર્મ ના મહાન પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતા થયેલ મઘ્યયુગીન ભકિત આંદોલન વખતે સંત કબીર, ગુરુ નાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરે એ સતની આરાધના દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેવા જાતિગત ભેદભાવોનું ઉન્મૂલન કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. લગભગ એ જ અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પશ્ચિમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવા તેમજ સ્પર્શાસ્પર્શ ના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા સ્થાપવા મહત્વની કામગીરી બજાવી હતી. અને આને જ પોતે નિજ કે નિજિયા ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા બાબા રામદેવજી ની સમાધી રાજસ્થાન ના જેસલમેર જીલ્લા માં પોકરણ થી લગભગ ૮ કિ.મી. દૂર રણુંજા એટલે કે રામદેઓરા માં આવેલ છે. તેઓ ના સમાધીસ્થાન ને સુંદર મંદીર બનાવવા નું કામ મહારાજા બિકાનેર શ્રી ગંગાસિંહજી દ્વારા ૧૯૩૧ ઇ.સ. માં થયેલ. ભગવાન રામદેવજી ની અવતાર લીલા અદભુત છે.
મારવાડમાં આવેલ પોકરણગઢના મહારાજા અજમલજી ભગવાન દ્વારિકાધીશના મહાન ભકત હતા. તેઓ નું વાંજીયામેણું ટાળવા ભગવાન દ્વારકાધીશ સ્વયં તેમણે આપેલા વચન પ્રમાણે સંવત ૧૪૬૧ ની વસંતપંચમી (મહા સુદ પાંચમ)ના દિવસે એમના મોટા પુત્ર વીરમદેવજીના જન્મના છઠ્ઠા દિવસે (મહા સુદ અગિયારશ), એ જ પારણામાં બાળ સ્વરૂપે કુમ કુમ પગલાં પાડતા આવી પોઢી ગયા. માતા મિનળદેવ ગાયોના વાડા માં થી ગાયો દોહી પાછાં આવ્યાં ત્યારે વિરમદેવ સાથે નખશિખ તેમના જ જેવા બાળકને પોઢેલો જોઇ, આ ક્યાંક પોતાના દીકરાને મારી નાખવા માટે ભૈરવ રાક્ષસ નું કરતબ તો નથી ને ? એમ વિચારી ગભરાઈ ગયાં. વળી તેઓ દ્વારા ગાયો ના વાડા માં જતા પહેલાં ચાલુ ઉપર દુધની દેગ દૂધ ઉકાળવા મુકેલી તે ઊભરાઈ જતી જોઇ; જેવાં તે દેગ ઉતારવા જાય તે પહેલાં તો બાળ રામદેવે પારણા માંથી જ સીધો હાથ લાંબો કરી ઉકળતી દેગ ઉતારી ને માતાજી ને અચરજ માં મુકી દિધાં! ત્યાં સુધી માં તો અજમલજી આવી ગયા અને કંકુ પગલાં જોઇ મિનળદેવ ને પ્રભુ પ્રાગટ્ય ની વધામણી આપી. અને રામદેવ એવું નામ આપ્યું. બાળ રામદેવજીએ એકવાર ઘોડેસવારી ની ઇચ્છા કરી. માતાજીએ તેઓ હજુ નાના છે એટલે ઘોડેસવારી ન કરી શકે તેમ જણાવતાં રામદેવજી એ બાળલીલા કરતાં કોઇ પણ સંજોગે ઘોડો લાવી આપવાની હઠ પકડી ! છેવટે દરજી ને બોલાવી તેને સારાં અને સાચા હિર નું કાપડ આપી તેમાંથી રામા કુંવર ને રમવા માટે ઘોડો બનાવી લાવવા કહ્યું. સારું કાપડ જોઇ દરજી નું મન લલચાયું અને તેણે ઘર માટે સારું કાપડ કાઢી લઇ જુના ગાભા ભરી ઉપર સારા કાપડ નો ઉપયોગ કરી ઘોડા ને ખૂબ શણગારી રાજ દરબારમાં આપ્યો. અંતર્યામી રામદેવજી ને આ વાત ની ખબર પડી ગઈ. દરજી ને પાઠ ભણાવવા અને માતા મિનણદેવને પોતે સામાન્ય બાળક નથી તે સમજાવવા તેમણે વિચાર કર્યો. તેઓ લુગડા ના ઘોડે સવાર થઇ આકાશ માર્ગે ઉડ્યા. મિનળદેવ આ જોઇ ને કરુણ આક્રંદ કરવા માંડ્યાં. રામદેવજી ની ઉડવાની ઘટના માં તેઓને દરજી નું કંઈક ખરાબ કારસ્તાન હોવા ની શંકા જતાં તેને ત્વરિત આકરી કારાવાસ ની સજા કરી. દરજી પોતાની ભૂલ નુ પ્રાયશ્ચિત કરતાં રામદેવજીને યાદ કરી ચોધાર આંસુએ રડવા માંડ્યો. રામદેવજી ગગનમંડળ માં ઘોડે સવારી કરી પાછા આવી દરજી પાસે જઈ તેને માફી આપી પોતાનો નિજ ભક્ત બનાવ્યો. અને તેને તથા તેના વંશજો ને પોતાની પ્રસન્નતા માટે લુગડા ના ઘોડા ચડાવવા આદેશ કર્યો.. એકવાર લાખો વણજારો પોઠો લઈ સાકર વેચવા રણુંજા આવ્યો. બાળ રામદેવે તેને પોઠો માં શું ભર્યું છે ? તેવો સવાલ કર્યો. વણજારો પોઠોમાં મીઠું ભરેલું છે એમ ખોટું બોલ્યો. રામદેવજી બાળ સહજ ભાવે, “ભાઇ જેવી તારી ભાવના” એટલું કહી ત્યાંથી નીકળી ગયા. બપોરે જમતી વેળા વણજારો પોઠમાં ની સાકર લઈ ચૂરમું બનાવી જ્યાં કોળિયો મોઢામાં મૂકવા ગયો કે તરતજ તેને સાકર ની જગ્યાએ મીઠું થઈ જવાનું જણાયું. લાખાએ રામદેવબાબા પાસે જઈ રડી ને માફી માગી. ત્યાર બાદ તે કદાપી જૂઠું નહિ બોલે એ શરતે બાબાએ તેને માફી આપી અને મીઠાની સાકર થઈ. તે પછી લાખો રામદેવજી નો પરમ ભકત થઈ ગયો. ભૈરવ રાક્ષસ ના ત્રાસથી અત્યંત ત્રસ્ત પ્રજા ને તેના ત્રાસ માંથી મુક્ત કરવા તેનું મર્દન કરી તેને ભૈરવ ગુફામાં બંદિવાન બનાવ્યો. આમ ભેરવા રાક્ષસને બાબાએ ભંડારી દીધો.
આના તો વખાણ કરવા માટે અમારી પાસે શબ્દ નથી
ટુકમા કહુ તો દુનીયા ની આઠમી અજાયબી છે.
તાજ-મહેલ ને પણ ઝાખો પાડે એવી પ્રતીભા,
એફીલ ટાવરથી પણ ઊચી મહત્વકાંક્ષા,
ચીનની દીવાલ કરતા પણ લાંબી દીર્ઘ દ્રસ્ટી,
નાઇગરા ધોધની જેમ વહેતી પ્રામાણીકતા,
ઓપેરા હાઉસ કરતા પણ વીશાળ એનુ રદય
અને મેરુ-માલણ કરતા પણ પવીત્ર એનો પ્રેમ.
આની સાથે રહેવુએ જીદગી નો એક લાહવો છે.
બસ હવે અમારો શબ્દ કોશ ખુટી ગયો છે.

આપણા સમાજ વિષે વિશેષ જાણીએ.
આપણા સમાજ વિષે વિશેષ જાણીએ.......... આગવો રાહ ચિતરનાર આ સમાજ છે. આ સમાજ ના જેટલા ગુણગાન ગાઇએ એટલાં ઓછાં છે. અન્ય સમાજો એ આ સમાજ પાસે થી ઘણું શીખી અને મેળવ્યું છે. હિંદુ સમાજ માં અરે હવે તો મુસ્લિમ સમાજ માં પણ સમુહ લગ્ન નો વિચાર આપણે તો આપ્યો છે. અરે ભાઇ ! આપણા માં એક કહેવત છે કે “ હતું એનું ગયું અને નહોતું એનું થયું “ રબારી સમાજ માં એકતા, ભાઈચારો, એક-બીજા ની આબરું સાચવવી તથા અરસ પરસ એક બીજાનું ઢાંકણ થવા ની ઉત્તમ ભાવના હતી. એક જ માંડવે ૧૦૦-૧૦૦ જાનો આવી હોય અને એવા માંડવે વિવાહ મહાલ્યા હોય તેવા મુછાળા એમના જમાના ના નરબંકા આપણા ઘૈઢિયા હજુ પણ આપણી વચ્ચે જ છે ને ? આવો હજુ પણ જુના જમાના ની જે સારી બાબતો હતી અને હાલ આધુનિકતા ની આંધળી દોટ ના કારણે જે વિસરાઇ ગઇ છે તે ને પુન: સ્થાપિત કરવા તેઓની પાસે પ્રેરણા લઇએ, હજુ પણ સમય છે. માવતર ની સેવા એજ આપણો પરમ ધર્મ છે એવા ઉચ્ચ ધાર્મિક સંસ્કારો હજુ આપણા લોહીમાં છે. અને એટલે જ આપણા પૂર્વજો ના પુણ્ય પ્રતાપે, આ સમાજ માં, હજુ આવા હળાહળ કળિયુગ માં પણ બેટા ના ઘરે જ તેઓનો લાડલો બેટો પોતાના માવતર ની સેવા કરે છે ! આપણા માવતર ની સેવા માટે બેટા નું ઘર (ઘરડા ઘર) સુમ સામ વગડા વચ્ચે નથી. આપણા માવતર તો તેમના સંતાનો ની કિલ્લોલ અને કલરવ વચ્ચે ખુબ જ સુખમય અને આનંદ મય જીવન પસાર કરે જ છે ને ! અને આથી જ અંતકાળે પણ તેઓ તેઓની લીલી-વાડી વચ્ચે તેઓ ના સંતાનો ને તથા સગાસ્નેહિઓ રુપ સમાજને પણ અંતરના આશિષ દેતા પરમપિતા પરમાત્મા ના દરબાર માં તેઓ ના શુભ કર્મો સાથે જાય છે. આવા આપણા માવતરોએ તેમના પૂર્વજોની આપણા કરતાં પણ વિશેષ સેવા કરેલી જ છે. એટલે તો તેના પુણ્ય પ્રતાપે તેઓ ની સેવા માટે ના આ સંસ્કારો આપણને તેઓના દ્વારા જ મળ્યા છે ને ? હજુ આપણે તે પુણ્ય પરવાર્યા નથી.
સમુહ લગ્ન ના રિવાજ થી આખો રબારી સમાજ એકબીજા થી પરિચિત રહેતો. એક બીજાના ખબર અંતર પૂછી સુખ દુખ માં એક બીજા ને મદદરૂપ થતો. અને વળી આખો સમાજ એક છત્ર નીચે ભેગો થવા થી જાણે ન્યાત ગંગા નો મેળો રચાયો હોય તેવું વાતાવરણ રહેતું. પવિત્ર વિહોતર ના મેળાવડા માં ભગવાન ની હાજરી હોય જ એ સ્વાભાવિક છે. આમ આખી વિહોતરની સાક્ષીએ, વિહોતર ના આશીર્વાદ સાથે જે નવ દંપતી સંસાર રૂપી રથમાં સવાર થતાં હોય તેના સંસાર ની બાગડોર ભગવાન જ સંભાળી લે ને ? અને એટલે જ ભૌતિક સુખ સગવડો ઓછી હોવા છતાં ગાયો તથા માલઢોર લઇ છેક મારવાડ, મેવાડ, સિંધ, અરે ! છેક ગંગા ની શેર (ગંગા યમુના નાં મેદાનો ના પ્રદેશો)સુધી આપણા પૂર્વજો પરદેશ ખેડતા. આમ ઘણી જ તકલીફો વાળું જીવન હોવા છતાં એક બીજાને અનુરૂપ થઇ સૌ આનંદ થી સુખ રુપ રહેતા. માતાઓ ની તો વાત જ શું કરવી. તેઓ તો કોઇ પણ કામ ને આપણી આજની આધુનિક બહેનો ની જેમ વેઠ થોડી ગણતી હતી ? અત્યારે મોટા ભાગે બહેનો વચ્ચે ઘરોમાં કામની બાબતે જ તો કંકાસ થતા હોય છે ને ? વહેલા પરોઢિયે ઊઠવું , પોતાના કુટુંબ ના તમામ સભ્યો માટે દરરોજ પાંચ શેર કે દશ શેર જરૂરિયાત મુજબ દળણું દળવું. અનાજ દળવાની સાથે જાણે ભગવાને પોતાના કુટુંબ ની સેવા માટે તેમને મોકો આપ્યો છે એમ માની પ્રભુ ના સ્મરણ રુપ વહેલા પરોઢે ઘંટુલા ના સુરે કોકિલ કંઠે પ્રભાતિયાં ની મીઠાસ નો રશ તે ઘંટી ના આટામાં ભેળવી દેતી. અને તે અમૃત રસ સભર અન્ન ખાઇ કુટુંબ ના તમામ સભ્યો ખુબજ હૃષ્ટપુષ્ટ , ખડતલ અને નીરોગી રહેતા. અનાજ દળ્યા બાદ માલ ઢોર ને દોહવાં ,દૂધ થાળે પાડવું, વલોણું કરવું, માથે હેલ મુકી પાણી ભરી લાવવું અને આ કામ પરવારી પાછું શિરામણ ( ઘેંશ-છાસ-દૂધ કે રાત ના વધેલા રોટલા નો નાસ્તો) માટેની તૈયારી કરવી. ઘરના તમામ સભ્યો ને શિરામણ આપી ગવાંતી માટે ભાતું તૈયાર કરવું. ગવાંતી પોતાનો માલ લઇ વગડો ખુંદવા જાય ત્યાર બાદ ઘરનાં અન્ય તમામ બાકી કામ જેવાં કે ભરત, ગૂંથણ, સીવણ વગેરે તે આવે ત્યાં સુધી કરવાં અને ફરી પાછું દોહવું, બાંધવું તથા દિવસ નાં બાકી કામ પરવારી વાળું પાણી કરી બાઇઓ ભેગી થઇ “પરભુજી વનમાં ચારે ગાયો...... જેણી વગાડે વાંસળી રે લોલ.... “ તાલ બધ્ધ રીતે બે-પાંચ ગાઉ સુધી વગર લાઉડ સ્પીકરે સંભળાય તેવા ઊંચા રબારવા સાદે ગાણાં ગાય. અને વળી સારા ભલા પ્રસંગોએ ગવાતા શાસ્ત્રી ગાણાં ની તો વાત જ શી કરવી ? પાંચ સાત બાઈઓ એકબીજા ના ખભે હાથ રાખી જ્યારે લાંબા લાંબા સામવેદિય શાસ્ત્રીય સ્વરોમાં ગાણાં ગાતી હોય ત્યારે તો અનોખું વાતાવરણ સર્જાતું. ખરેખર હજુ આ સમાજ માં વૃદ્ધ કાકીઓ અને દાદીઓ ની હયાતી છે ત્યાં સુધી હાલ ગવાતાં વરણાગી ગાંણાં ની જગ્યાએ આપણી બહેનો જુનાં સાસ્ત્રી ગાણાં શિખી લે તો આ સમાજની પુરાતન સંસ્કૃતિ ને બચાવવાનો ખુબ ઉપકાર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતા દશ મા અધ્યાય ના ૨૨ મા શ્લોકમાં જ કહ્યું છે કે
“ વેદાનાં સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવ: ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના !! “
અર્થાત્, હે અર્જુન ! “વેદોમાં હું સામવેદ અર્થાત્ પૂર્ણ સમત્વ આપનાર ગાન (સંગીત) છું. દેવો માં હું તેમનો અધિપતિ ઈન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં હું મન છું ; કારણ કે મનના નિગ્રહ થી તો હું જાણી શકાઉં છું. તથા પ્રાણીઓ માં હું ચેતના છું. “ ભાઈઓ ! મારા વ્હાલા પ્રભુ ના પ્રેમિયો ! તમને તમારી પરંપરા જાણીને આશ્ચર્ય ઉપજે તેવી એક વાત છે... ચારે વેદો ના વિશ્વ પ્રસિધ્ધ આર્ષ ભાષ્યકાર પંડિત વિષ્ણુ પ્રસાદ સાંકળેશ્વર વેદોના ભાષ્ય વખતે રબારી સમાજ ની ખાસ નોંધ લઇ ખુબજ હર્ષથી લખે છે કે “ આજે ભગવાન કૃષ્ણ ના અવતાર ને આસરે પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા પછી પણ વેદો ના બિજ સ્વરુપ એવા સામવેદ ના ગાન ને કંઇક અંશે જાળવી રાખ્યું હોય તો તે કહેવાતો અભણ, વગડે વગડે પોતાના પશુધન સાથે જીવનનો સંઘર્ષ ખેલતો,અત્યંત ભોળો એવો રબારી સમાજ છે. આ સમાજ પોતાના પશુધન સાથે જ્યારે વગડા વચ્ચે ડેરો નાખી રાત ના સમયે પોતાની ઈષ્ટદેવી મા... ને એક વિહ્વળ બાળક ની જેમ રેંડી, રેંગડી કે સરજુ ( મા ના વિયોગે જેમ બાળક આર્તનાદ કરે તેવું રુદન) દ્વારા પોતાની વ્હાર કરવા પોકારતો હોય, ત્યારે અને આ સમાજની સ્ત્રીઓ જ્યારે આનંદ કે શુભ અવસરે ગાણાં ગાતી હોય કે પછી મૃત્યું જેવા અશુભ પ્રસંગે જ્યારે રુદન કરતી હોય ત્યારે લાંબા લાંબા સ્વરે રબારી સિવાય ની અન્ય જ્ઞાતી નો કોઇ માણસ ન સમજી શકે તેવા આલાપો માં સામવેદ ના ગાન સ્વરો સચવાઇ રહ્યા છે. “ રબારી સમાજ માટે આનાથી વિષેશ ગૌરવવંતી બાબત ક ઇ હોઇ શકે ?
આપણા પૂર્વજો જે ખુમારી ભર્યું ઉલ્લાસમય અને આપણ ને પણ ગૌરવ ઉપજે તેવું જીવન જીવી ગયા તેના મુળમાં આપની જુની લગ્ન સંસ્કૃતિ હતી. જેને આખી વિહોતરના આશીર્વાદ હતા. આવો ! જ્યારે આપણા જુના રીવાજ ના ચિલે આજના અન્ય પ્રગતીશીલ સમાજો ચાલવા માંડ્યા છે ત્યારે આપણે આપણા પૂર્વજો નો તે ચિલો ચાલું રાખી તેઓનું સાચા અર્થમાં તર્પણ કરીએ. આ સમાજ ના શ્રેષ્ઠિઓ પોતાની દિકરીઓ ને આવા સમુહ લગ્નો માં જ પરણાવી, પોતે શ્રેષ્ઠ હોઇ, સમાજ માં ઉદાહરણ રુપ બને. ઈશ્વરકૃપા એ તેમની પાસે વધારે ધન હોય તો આવા સમૂહલગ્ન યોજનાર સેવાભાવી સમાજ સેવકો નું ટ્રસ્ટ રચી તેમાં મુક્તમને દાન કરી, કરાવી દરેક પરગણાના તાલુકા મથકે અથવા સમાજ નક્કી કરે તેવાં સૌને અનુકૂળ આવે તે સ્થળોએ સમૂહલગ્ન રૂપી યજ્ઞો નું આયોજન કરીએ. અને તેમાં આપણી સેવા ની આહુતી આપીએ.....
Tuesday, February 8, 2011
RABARI SAMAJ NI GURU GADI O
RABARI SAMAJ NI GURU GADI O
૧) દુધરેજ – વડવાળા મંદિર – ધમૅ ધુંરધર શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામજી મહારાજ
૨) વાળીનાથ – પ.પુ. શ્રી. ૧૦૮ બળદેવગીરીબાપુ – નાથ સંપ્રદાય
૩) દુધઈ – રામબાલકદાસજી
૪) ટીંટોળા – લખીરામબાપુ
૫) શેરથા – ગોમતીદાસજી
૬) ઝાંક – ગણેસદાસજી
૭) સાણંદ – હરદેવદાસજી
૮) મદ્રીસણા – બાલકદાસજી
૯) દેત્રોજ – કાશીરામબાપુ
૧૦) ખયણા - મણીરામજી
૧૧) ચવેલી – સુંદરદાસજી
૧૨) બાલસાસણ – વિષ્ણુદાસજી
૧૩) ઊધરોજ – પરશુરામજી
GOD IS GOGA JAY SEMOJ
હસતા ખિલતા હે સમાજ હે તો
અલગ હે ઇસકી શાન
પાઘડી,ઓગડી,ધોતી હે
ઇસકી પહેચાન
ઘી,દુધ,છાશ ખા કે
બને સભી પહેલવાન
સમાજ કી ધડકન મે બસી હે
અમદાવાદ કી જાન
જોબી આઍ ગાતા જાએ
સમાજ કે ગુનગાન
સમાજ કો મિલા હે
વાળીનાથ કા વરદાન
જય ગોગા MAHESH RABARI
અલગ હે ઇસકી શાન
પાઘડી,ઓગડી,ધોતી હે
ઇસકી પહેચાન
ઘી,દુધ,છાશ ખા કે
બને સભી પહેલવાન
સમાજ કી ધડકન મે બસી હે
અમદાવાદ કી જાન
જોબી આઍ ગાતા જાએ
સમાજ કે ગુનગાન
સમાજ કો મિલા હે
વાળીનાથ કા વરદાન
જય ગોગા MAHESH RABARI
Thursday, February 3, 2011
Subscribe to:
Posts (Atom)