અલખ ના ધણી, ‘પશ્ચિમી ધરા ના પાદશાહ’ તરીકે પ્રસિદ્ધ રામાપીર
પશ્ચિમ ભારતના
રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે પ્રદેશો માંઅલખનાઆરાધક
અને નિજારધર્મ ના મહાન પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતા થયેલ મઘ્યયુગીન ભકિત આંદોલન વખતે સંત કબીર, ગુરુ નાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરે એ સતની આરાધના દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેવા જાતિગત ભેદભાવોનું ઉન્મૂલન કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. લગભગ એ જ અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પશ્ચિમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવા તેમજ સ્પર્શાસ્પર્શ ના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા સ્થાપવા મહત્વની કામગીરી બજાવી હતી. અને આને જ પોતે નિજ કે નિજિયા ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા બાબા રામદેવજી ની સમાધી રાજસ્થાન ના જેસલમેર જીલ્લા માં પોકરણ થી લગભગ ૮ કિ.મી. દૂર રણુંજા એટલે કે રામદેઓરા માં આવેલ છે. તેઓ ના સમાધીસ્થાન ને સુંદર મંદીર બનાવવા નું કામ મહારાજા બિકાનેર શ્રી ગંગાસિંહજી દ્વારા ૧૯૩૧ ઇ.સ. માં થયેલ. ભગવાન રામદેવજી ની અવતાર લીલા અદભુત છે.
મારવાડમાં આવેલ પોકરણગઢના મહારાજા અજમલજી ભગવાન દ્વારિકાધીશના મહાન ભકત હતા. તેઓ નું વાંજીયામેણું ટાળવા ભગવાન દ્વારકાધીશ સ્વયં તેમણે આપેલા વચન પ્રમાણે સંવત ૧૪૬૧ ની વસંતપંચમી (મહા સુદ પાંચમ)ના દિવસે એમના મોટા પુત્ર વીરમદેવજીના જન્મના છઠ્ઠા દિવસે (મહા સુદ અગિયારશ), એ જ પારણામાં બાળ સ્વરૂપે કુમ કુમ પગલાં પાડતા આવી પોઢી ગયા. માતા મિનળદેવ ગાયોના વાડા માં થી ગાયો દોહી પાછાં આવ્યાં ત્યારે વિરમદેવ સાથે નખશિખ તેમના જ જેવા બાળકને પોઢેલો જોઇ, આ ક્યાંક પોતાના દીકરાને મારી નાખવા માટે ભૈરવ રાક્ષસ નું કરતબ તો નથી ને ? એમ વિચારી ગભરાઈ ગયાં. વળી તેઓ દ્વારા ગાયો ના વાડા માં જતા પહેલાં ચાલુ ઉપર દુધની દેગ દૂધ ઉકાળવા મુકેલી તે ઊભરાઈ જતી જોઇ; જેવાં તે દેગ ઉતારવા જાય તે પહેલાં તો બાળ રામદેવે પારણા માંથી જ સીધો હાથ લાંબો કરી ઉકળતી દેગ ઉતારી ને માતાજી ને અચરજ માં મુકી દિધાં! ત્યાં સુધી માં તો અજમલજી આવી ગયા અને કંકુ પગલાં જોઇ મિનળદેવ ને પ્રભુ પ્રાગટ્ય ની વધામણી આપી. અને રામદેવ એવું નામ આપ્યું. બાળ રામદેવજીએ એકવાર ઘોડેસવારી ની ઇચ્છા કરી. માતાજીએ તેઓ હજુ નાના છે એટલે ઘોડેસવારી ન કરી શકે તેમ જણાવતાં રામદેવજી એ બાળલીલા કરતાં કોઇ પણ સંજોગે ઘોડો લાવી આપવાની હઠ પકડી ! છેવટે દરજી ને બોલાવી તેને સારાં અને સાચા હિર નું કાપડ આપી તેમાંથી રામા કુંવર ને રમવા માટે ઘોડો બનાવી લાવવા કહ્યું. સારું કાપડ જોઇ દરજી નું મન લલચાયું અને તેણે ઘર માટે સારું કાપડ કાઢી લઇ જુના ગાભા ભરી ઉપર સારા કાપડ નો ઉપયોગ કરી ઘોડા ને ખૂબ શણગારી રાજ દરબારમાં આપ્યો. અંતર્યામી રામદેવજી ને આ વાત ની ખબર પડી ગઈ. દરજી ને પાઠ ભણાવવા અને માતા મિનણદેવને પોતે સામાન્ય બાળક નથી તે સમજાવવા તેમણે વિચાર કર્યો. તેઓ લુગડા ના ઘોડે સવાર થઇ આકાશ માર્ગે ઉડ્યા. મિનળદેવ આ જોઇ ને કરુણ આક્રંદ કરવા માંડ્યાં. રામદેવજી ની ઉડવાની ઘટના માં તેઓને દરજી નું કંઈક ખરાબ કારસ્તાન હોવા ની શંકા જતાં તેને ત્વરિત આકરી કારાવાસ ની સજા કરી. દરજી પોતાની ભૂલ નુ પ્રાયશ્ચિત કરતાં રામદેવજીને યાદ કરી ચોધાર આંસુએ રડવા માંડ્યો. રામદેવજી ગગનમંડળ માં ઘોડે સવારી કરી પાછા આવી દરજી પાસે જઈ તેને માફી આપી પોતાનો નિજ ભક્ત બનાવ્યો. અને તેને તથા તેના વંશજો ને પોતાની પ્રસન્નતા માટે લુગડા ના ઘોડા ચડાવવા આદેશ કર્યો.. એકવાર લાખો વણજારો પોઠો લઈ સાકર વેચવા રણુંજા આવ્યો. બાળ રામદેવે તેને પોઠો માં શું ભર્યું છે ? તેવો સવાલ કર્યો. વણજારો પોઠોમાં મીઠું ભરેલું છે એમ ખોટું બોલ્યો. રામદેવજી બાળ સહજ ભાવે, “ભાઇ જેવી તારી ભાવના” એટલું કહી ત્યાંથી નીકળી ગયા. બપોરે જમતી વેળા વણજારો પોઠમાં ની સાકર લઈ ચૂરમું બનાવી જ્યાં કોળિયો મોઢામાં મૂકવા ગયો કે તરતજ તેને સાકર ની જગ્યાએ મીઠું થઈ જવાનું જણાયું. લાખાએ રામદેવબાબા પાસે જઈ રડી ને માફી માગી. ત્યાર બાદ તે કદાપી જૂઠું નહિ બોલે એ શરતે બાબાએ તેને માફી આપી અને મીઠાની સાકર થઈ. તે પછી લાખો રામદેવજી નો પરમ ભકત થઈ ગયો. ભૈરવ રાક્ષસ ના ત્રાસથી અત્યંત ત્રસ્ત પ્રજા ને તેના ત્રાસ માંથી મુક્ત કરવા તેનું મર્દન કરી તેને ભૈરવ ગુફામાં બંદિવાન બનાવ્યો. આમ ભેરવા રાક્ષસને બાબાએ ભંડારી દીધો.
આના તો વખાણ કરવા માટે અમારી પાસે શબ્દ નથી
ટુકમા કહુ તો દુનીયા ની આઠમી અજાયબી છે.
તાજ-મહેલ ને પણ ઝાખો પાડે એવી પ્રતીભા,
એફીલ ટાવરથી પણ ઊચી મહત્વકાંક્ષા,
ચીનની દીવાલ કરતા પણ લાંબી દીર્ઘ દ્રસ્ટી,
નાઇગરા ધોધની જેમ વહેતી પ્રામાણીકતા,
ઓપેરા હાઉસ કરતા પણ વીશાળ એનુ રદય
અને મેરુ-માલણ કરતા પણ પવીત્ર એનો પ્રેમ.
આની સાથે રહેવુએ જીદગી નો એક લાહવો છે.
બસ હવે અમારો શબ્દ કોશ ખુટી ગયો છે.